મોરબી જલારામ ધામ ખાતે રામનવમીના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે.

પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

 

સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ ના જન્મોત્સવ (રામ નવમી) નિમિતે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ સેવા મંડળ દ્વારા શહેરના જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

 

જે અંતર્ગત બપોરે ૧૧ઃ૩૦ કલાકે પ્રભુ શ્રી રામ નું પૂજન, બપોરે ૧૨ કલાકે મહાઆરતી ત્યાર બાદ બપોરે ૧૨ઃ૩૦ કલાકે ફરાળ મહાપ્રસાદનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે. તો શહેરની ધર્મપ્રેમીની જનતાને પ્રભુ શ્રી રામના જન્મોત્સવના વધામણા કરવા, મહા આરતીનો લાભ લેવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે.

 

 

Leave A Reply

Your email address will not be published.