હળવદ, માળિયા અને વાંકાનેરમાં આપઘાત- અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત


Message New era Global school on WhatsApp.

હળવદનાં અજીતગઢ ગામે સીડી પરથી પગ લપસતા યુવાન નીચે પટકાયો: સારવાર દરમિયાન મોત

 

હળવદના અજીતગઢ ગામે ધાબાની સીડી પરથી પગ લપસી જવાના કારણે નીચે પડતા યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

બનાવની વિગતો અનુસાર હળવદના અજીતગઢ ગામે વાસુદેભાઇ ગગજીભાઇ ઇટોદરા (ઉવ ૩૫) નામનો યુવાન ધાબાની સીડી પરથી પગ લપસી જવાના કારણે નીચે પટકાયો હતો. માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

વાંકાનેરની ફેકટરીના રૂમમાં ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટુકાવ્યું

 

વાંકાનેરના જુના રાજા વડલા રોડ પર આવેલ ફેકટરીના રૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત નીપજ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના જુના રાજા વડલા રોડ પર આવેલ કોટેજ ફેકટરીનાં રૂમમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા માન્ડો સીરાજભાઇ સોરણ ઉ.વ.૧૯ નામના યુવાનનું મોત નીપજ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 

માળિયા(મિ)નાં જુના ઘાંટીલા ગામે વાડીમાં દવા છાંટતા યુવાનને ઝેરી દવાની અસર થતા મોત

 

માળિયા(મિ)નાં જુના ઘાંટીલા ગામની સીમમાં આવેલ વાડીમાં દવાનો છંટકાવ કરતી વખતે શરીરમાં ઝેરી દવાની અસર થતા યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

 

બનાવની વિગતો અનુસાર જુના ઘાંટીલા ગામની સીમ રજનીશભાઇ પિતાંમ્બરભાઇ પટેલની વાડીએ જીરાના ખેતરમાં સુરસીંગભાઇ રતનભાઇ ડાવર ઉવ ૩૫ નામનો યુવાન દવાનો છંટકાવ કરતો હોય દરમિયાન શરીરમાં ઝેરી દવાની અસર થઇ જતા તેને તાત્કાલીક જેતપર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.