

વાંકાનેરના નવા ધમલપર ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત
નવા ધમલપર ગામે રહેતા ૩૨ વર્ષીય યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના નવા ધમલપર ગામે રહેતા ધરમશીભાઈ ભરતભાઈ અબાસણીયા (ઉ.વ.૩૨) નામના યુવાન ગત તા. ૧૫ ના રોજ નવા ધમલપર ગામે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
મોરબીના રંગપર ગામની સીમમાં વીજશોકથી બાળકનું મોત
રંગપર ગામની સીમમાં ઝુપડા પાસે ઇલેક્ટ્રિક પોલ પાસે વીજ શોક લાગતા ૭ વર્ષના માસૂમનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં પેટ્રોલપંપ સામે ઝુપડામાં રહેતા સવજીભાઈ વાજેલીયાનો સાત વર્ષનો પુત્ર લવજી ઉર્ફે રવજીને ગત તા. ૦૧ માર્ચના રોજ ઝુપડા પાસે આવેલ ઇલેક્ટ્રિક પોલ પાસે વીજશોક લાગતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવારમાં માસૂમનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
હળવદના માલણીયાદ ગામની સીમમાં બીમારી સબબ પરિણીતાનું મોત
હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં કામ કરતી ૨૦ વર્ષીય પરિણીતા બીમાર હોય અને બીમારી સબબ હોસ્પીટલમાં દાખલ કરતા સારવાર દરમિયાન મોત થયું હતું
મૂળ છોટા ઉદેપુર હાલ હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં રહીને મજુરી કરતા સુમલીબેન મહેન્દ્રભાઈ નાયકા (ઉ.વ.૨૦) વાળા બીમાર હોવાથી સારવાર માટે રાજકોટ હોસ્પિટલ દાખલ કર્યા હતા સારવાર દરમિયાન પરિણીતાનું મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

