રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સંઘ શિક્ષા વર્ગનો મોરબીમાં પ્રારંભ.

 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષે ઉનાળું વેકેશન દરમિયાન યુવાનોના રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડતર માટે ૨૦ દિવસનો ટ્રેનીંગ કેમ્પ યોજાય છે. આ વર્ષે આ કેમ્પ મોરબી પાસે જોધપર, પટેલ બોડીંગમાં રાખવામાં આવેલ છે. જેનુ વિધિવત ઉદઘાટન થયું હતું. જેમાં સંસ્થાના ટ્રસ્ટી ધનજીભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને ભારતભક્તિ ગીત ગાઈને સ્વયંસેવકોને પ્રેરણા આપી હતી.

વર્ગકાર્યવાહ અખીલેશજી પાંડેએ વર્ગમાં કઠોર પરિશ્રમ કરી ભારતમાતાની સેવા માટે શારીરિક તેમજ માનસિક રીતે સજ્જ થવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડો.જયંતીભાઈ ભાડેસિઆ તથા પ્રાંત સંઘચાલક  મુકેશભાઈ મલકાન ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ગમાં ગુજરાતભરમાંથી ૫૫૬ યુવાનો આગામી ૨૦ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા રાષ્ટ્ર આરાધના કરશે. તેમને પ્રશિક્ષણ આપવા માટે ૬૦ શિક્ષકો અને ૫૫ પ્રબંધકો પૂર્ણ સમય આ વર્ગમાં રહેશે.

 

Comments
Loading...
WhatsApp chat