મોરબી-માળિયા હાઈવે પર બે અકસ્માત, બાઈક સ્લીપ થતા યુવાનનું કરુણ મોત

લક્ષ્મીનગર નજીક ટ્રેલરે ઈકોને પાછળથી ઠોકર મારી

મોરબી માળિયા હાઈવે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ અવારનવાર અકસ્માતોની હારમાળા સર્જાતી હોય છે ત્યારે આજે મોરબી હાઈવે પર બે સ્થળે જુદા જુદા અકસ્માતો સર્જાયા હતા જેમાં એક યુવાનનું મોત થયું છે જયારે એકને ઈજા પહોંચી છે.

મોરબી માળિયા હાઈવે પર અકસ્માતોની વણઝારમાં આજે વધુ બે અકસ્માતોનો વધારો થયો છે જેમાં પ્રથમ બનાવમાં મોરબીના લક્ષ્મીનગર નજીક ઇકો કાર નં જીજે ૦૩ સીઆર ૮૬૦૪ લઈને જતા વલ્લભભાઈ પાંચોટીયા રહે. ભરતનગરવાળાએ ફરિયાદ નોંધાવી છે કે ટ્રેલર નં જીજે ૧૨ બીવી ૨૦૩૮ ના ચાલકે પાછળથી ઠોકર મારતા કારમાં નુકશાની થઇ છે જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી

જયારે બીજા બનાવમાં સુરેન્દ્રનગર તાલુકાના રતનપરનો રહેવાસી મહેબુબ મુસા ઇલીયાસ (ઊ.વ.૨૧) વાળો  હરીપર પાટિયા પાસેથી પસાર થતો હતો ત્યારે તેનું મોટરસાયકલ સ્લીપ થતા બાઈક રોડથી છેક નજીકના ખેતરમાં પહોંચ્યું હતું જે અકસ્માતમાં બાઈકસવારનું મોત થયું હતું જયારે બાઈકમાં સાથે રહેલા અન્ય યુવાનને ઈજા પહોંચી છે.

 

Comments
Loading...
WhatsApp chat