ધારાસભ્યએ જીલ્લા પુરવઠા સમિતિમાં મુલ્યવાન સૂચનો આપ્યા

તાજેતરમાં મોરબીમાં જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જીલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ઉપસ્થિત રહીને લોકોના પ્રશ્નોને વાચા આપી હતી.

જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં જણાવ્યું હતું કે આવી દુકાનોમાં કનેક્ટિવિટીનો કનગ્ડતો પ્રસન વહેલી તકે દુર થાય અને સસ્તા અનાજ દુકાનદારોને બેક લોન કે સીસી મળે, મજુર અને ખેડૂતોના “ થંબર” માં પડતી મુશ્કેલીને નિવારવા મેન્યુઅલ વ્યવસ્થા હાથ ધરવામાં આવે.તેમજ સસ્તા અનાજની દુકાન પાસે રહેલ જૂની યોજનાનો ડેડ સ્ટોક જથ્થો તાકીદે નિકાલ કરવામાં આવેં અને ગોદાઉન ઉપર થી F.P.S. માટે માલ ભરાય ત્યારે માલની ચકાસણી માટે દુકાન દારોને હાજર રાખવા તથા શક્ય હોય ત્યાં સહકારી મંડળસઓને આગ્રતા આપી વિતરણ વ્યસ્વ્થા હાથ ધરવામાં આવે તેવો આગ્રહ રાખ્યો હતો.

તેમજ જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીના મહત્વના પ્રશ્નોને રજુ કરીને તેના સમયસર નિરાકરણ માટે વિનતી કરી હતી.જેમાં મોરબીના રાજપર-પંચાસર રોડનું કામ ઝડપથી પૂર્વ કરાવવું, મોરબીના આલાપ રોડની કામગીરી, દબાણ દુર કરવા, પાઈપ લાઈનો પૂર્ણ કરવાની કામગીરી વેંગવંતી બનાવવા ઉગ્ર રજૂઆત કરી હતી.

તેમજ અંતે મોરબીના હરવા-ફરવા લાયક એક પણ બગીચો નથી જેથી પાલિકા દ્વારા શહેરમાં બગીચા માટે ખાસ કામગીરી કરવામાં આવે છે અને મોરબીમાં રહેલ વોકળા ને પહોળા કરી તેને બંધ કરવા પણ રજુઆતો કરી હતી

Comments
Loading...
WhatsApp chat