


મોરબીમાં ૩ વર્ષનું બાળક રમતા રમતા દુર ચાલ્યા જતા તેના પિતાએ શોધખોળ શરુ કરી હતી અને બાદમાં બાળક પોલીસ મથક સુધી પહોચતા પોલીસે ખાત્રી કરીને પરિવારને બાળક સોપ્યું હતું.
મળતી વિગત મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહીને કડિયા કામ કરતા રાજેશભાઈ ભગવાનજીભાઈ જાદવ પોતે માધાપરમાં કડીયાકામ કરવા ગયેલ હોય દરમિયાન પોતાનું ૩ વર્ષનું બાળક સાથે લઇ ગયેલ હોય જે સવારના દશેક વાગ્યે રાજેશભાઈનો ૩ વર્ષનો દીકરો મનોજ રમતા રમતા કયાંક ચાલ્યા ગયેલ હોય જેની રાજેશભાઈએ શોધખોળ આદરી હતી.બાળક અન્ય સ્થળે કોઈને મળી આવતા તેને બાળક મનોજને યંદુનંદન ગૌશાળા તે અજાણી વ્યક્તિ ટીફીન લેવા ગયેલ જેથી તે મનોજને ત્યાં સોપીને ગૌશાળા દ્વારા પોલીસ મથકને લઇ જવામાં આવ્યો હતો.બાદમાં પિતા રાજેશએ બાળકના ફોટો સોસીયલ મીડિયામાં મૂકીતા તેને બાળક પોલીસ મથકે હોવાનું જાણવા મળ્યું હતું અને મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આર.જે ચૌધરી સહિતના સ્ટાફે બાળકની ખાત્રી કરીને પરિવારને સોપ્યું હતું.

