ઉધાર બેલેન્સ નાખી આપવાની મનાઈ કરનાર દુકાનદારને ચાર શખ્સોએ ઢીબી નાખ્યો

વાંકાનેરના જીનપરા વિસ્તારમાં જકાતનાકા પાસે ઉધારમાં બેલેન્સ નાખી દેવાની મનાઈ કરતા દુકાનદારને ત્રણ શખ્સોએ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.

વાંકાનેરના ભાટિયા સોસાયટી વિસ્તારમાં રહેતા અજયગીરી રમેશગીરી ગોસ્વામી (ઉ.૨૯) વાળો જીનપરા જકાતનાકા નજીક પોતાની મોબાઈલની દુકાન પર હોય દરમિયાન મિલન રાજગોર તથા તેના મિત્રો કુલદીપ ડાભી અને મહેશ ખાડેખા અને એક અજાણ્યાએ આવીને બેલેન્સ નાખવાનું કહેતા અજયગીરીએ વારંવાર ઉધાર બેલેન્સ નાખી આપવાની મિલન રાજગોરને મનાઈ કરતા ચારેય આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ઢીકાપાટુંનો માર મારી ઝપાઝપી કરી માથામાં ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અજયગીરીએ વાંકાનેર સીટી પોલીસે નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat