



ટંકારા તાલુકાના છત્તર ગામે રાજકોટના બે ગઠિયાઓએ ખેડૂતની જમીન ખરીદવાને નામે સાટાખત કરાવી પૈસા ન ચુકવતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટંકારા તાલુકના છત્તર ગામે દિવ્યેશભાઇ નાનજીભાઇ રંગાણી (ઉ.૩૦) રહે.હાલ રાજકોટની છત્તર ગામે બાપદાદાની જમીન આવેલ હોત જે જમીન ફરી.દિવ્યેશ તથા તેમના દાદાને વહેચવાની હોય જે જમીન આરોપી વિજય ભગવાનજીભાઈ મુંગરાને ખરીદ કરવી છે તેમ ફરી દિવ્યેશભાઈને જણાવી આરોપી વિજય મુંગરા અને રાકેશભાઇ જેઠાભાઇ કાનગડ રહે. બંને રાજકોટવાળાએ ફરી દિવ્યેશભાઈના દાદા પાસેથી પૂર્વ આયોજિત કાવતરું રચી ખેતીની જમીન કબ્જા સહીત સાટાખત કરવી લઇ ફરી દિવ્યેશ કે તેના દાદા ને પૈસા કે ચેક નહિ આપી વિશ્વાસઘાત છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં દિવ્યેશભાઈએ નોંધાવી છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



