મોરબીની આરાધના સોસાયટીમાં વૃદ્ધનું શંકાસ્પદ મોત, મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો

પરિવાર ગોવા ગયેલ હોય ત્યારે એકલા રહેતા વૃદ્ધનું શંકાસ્પદ મોત, હત્યાની આશંકા સાથે તપાસ

 

મોરબીના શનાળા રોડ પરની સોસાયટીમાં રહેતા વૃદ્ધનું પરિવાર ગોવા પ્રસંગમાં ગયું હોય અને વૃદ્ધ ઘરે એકલા હોય ત્યારે વૃદ્ધનું મોત થયું હતું અને મોત શંકાસ્પદ જણાતા મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયો છે અને પોલીસે શંકાસ્પદ બનાવની વધુ તપાસ ચલાવી છે

બનાવની મળતી વિગતો મુજબ શનાળા રોડ પર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઈ અમૃતલાલ મહેતા (ઉ.વ.૭૬) નામના વૃદ્ધનું મોત થયું હતું જેથી મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો વૃદ્ધનો પરિવાર ગોવા પ્રસંગ સબબ ગયો હતો અને વૃદ્ધ ઘરે એકલા હોય દરમીયાન મોત થયાનું પાડોશીને જાણવા મળ્યું હતું અને વૃદ્ધના મોતને પગલે ગોવાથી પરિવાર પરત આવી મોત શંકાસ્પદ જણાઈ આવતા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરતા પોલીસ ટીમ દોડી ગઈ હતી જે બનાવ મામલે તપાસ ચલાવતા સીટી પીએસઆઈ પટેલે જણાવ્યું હતું કે મૃતકના માથા અને ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા છે જેથી મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયો છે અને શંકાસ્પદ બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

જોકે વૃદ્ધના મોતને પગલે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે વૃદ્ધ ઘરે એકલા હોય ત્યારે વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી કે પછી અન્ય કાઈ તે હજુ સ્પષ્ટ થયું નથી અને વૃદ્ધની જો હત્યા કરાઈ હોય તો હત્યારો કોણ અને હત્યા કેમ કરવામાં આવી તેવા સવાલો પણ ઉપસ્થિત થાય છે હાલ પોલીસે ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ હોસ્પિટલ ખસેડ્યો છે અને પીએમ રીપોર્ટ આવ્યા બાદ મામલો સ્પષ્ટ થશે દરમિયાન પોલીસે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે

Comments
Loading...
WhatsApp chat