

વાંકાનેર દરવાજા નજીક વાણંદ જ્ઞાતિની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા છ જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૬,૦૦૦ જપ્ત કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર દરવાજા અંદર વાણંદ સમાજની વાડી પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા સબીરહુશેન કાસમ કુરેશી, મહેબુબ હુશેન શેખ, અલ્તાફ સિકંદર સમા, તૈયબ ઈસ્માઈલ ખુરેશી, અબ્દુલ કાદર સમાં અને આરીફખા કાસમખા ખોરમ રહે બધા મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૬,૦૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

