મોરબીના સાપર ગામે શ્રી ગુરુ મૂર્તિ સ્મૃતિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાશે

 

સમસ્ત સાપર ગામ પરિવાર દ્વારા આગામી તા. ૦૭ અને ૦૮ માર્ચના રોજ બે દિવસીય શ્રી ગુરુ મૂર્તિ સ્મૃતિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે

 

કુલગુરુ બ્રહ્મસ્વરૂપ સુક્ષ્મસ્વરૂપી પ.પુ. રાજર્ષિ મુનીજીની જન્મભૂમી સાપર મુકામે શ્રી રાજર્ષિ મુનીજીની મૂર્તિ અને સ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સાપર ગામે કરવામાં આવશે જેમાં તા. ૦૭ માર્ચને શનિવારે ત્રિદેવ- રાજબાઈ માં મંદિર પાટોત્સવમાં ભગવાન અને ગુરુમૂર્તિની નગરયાત્રા યોજાશે જે નગરયાત્રા જેતપર દાદાએથી અણીયારી, સપર, વાધરવા, પીલુડી અને જસમતગઢ થઈને સાપર જશે

 

તેમજ તા. ૦૮ માર્ચને રવિવારે ગુરુ મૂર્તિ અને સ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠા સવારે શુભ ચોઘડિયે તથા પધારેલા સંતોના આર્શીવચન કાર્યક્રમ યોજાશે અને બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદ યોજાશે મહોત્સવનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા સમસ્ત સાપર ગામ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.