

મોરબી શહેરના યુવા આગેવાન શિવાંગભાઈ નાનક દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી અનોખી અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવી હતી. સામાન્ય રીતે કેક કાપીને અથવા પાર્ટી કરીને ઉજવણી કરવાની પરંપરા વચ્ચે, તેમણે વૃદ્ધાશ્રમમાં જઈ વૃદ્ધોને ભોજન કરાવીને સેવાભાવનો અનોખો સંદેશ આપ્યો હતો. શિવાંગભાઈ નાનક દર વર્ષે તેમના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જ કરે છે. આ વર્ષે તેમણે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને પ્રેમપૂર્વક ભોજન કરાવી તેમની સાથે સમય વિતાવ્યો હતો, જેના કારણે વૃદ્ધોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
શિવાંગભાઈ નાનક અગાઉ મોરબી જિલ્લા સ્વદેશી જાગરણ મંચ ‘સ્વાવલંબી ભારત અભિયાન’માં સહ-સંયોજક તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં મોરબી-માળિયા-હળવદ વિભાગમાં ભાગ સંયોજક, મોરબી નગર મંત્રી, સહ મંત્રી અને સહ કેમ્પસ પ્રમુખ જેવી વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. હાલ તેઓ કાનૂની અભ્યાસ તરીકે એલએલબીમાં અભ્યાસ કરી રહ્યા છે અને સાથે સાથે સામાજિક ક્ષેત્રે સક્રિય રહી સમાજમાં સેવાકીય કાર્યો દ્વારા પ્રેરણા આપી રહ્યા છે. શિવાંગભાઈની આ પહેલથી યુવાનોમાં સેવાભાવ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




