વાંકાનેર તાલુકાના જુના ગારીયા ગામે માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા સાત શકુની ઝડપાયા

વાંકાનેર તાલુકાના જુના ગારીયા ગામે માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા અને નાયબ પોલીસ વડા બન્નો જોશીની સુચના હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઇ જી.આર.ગઢવી, સુરેશભાઇ રામભાઇ ચાવડા, અશ્વિનકુમાર મનસુખભાઇ ઝાંપડીયા, બળવંતભાઇ જીવણભાઇ સાપરા, અશ્વિનભાઇ પ્રકાશભાઇ રંગાણી, દર્શિતભાઇ ગીરીશભાઇ વ્યાસ, બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના જુના ગારીયા ગામે ડોહલીમાંના મંદિર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા મુકેશભાઇ કાળુભાઇ માલકીયા, ધનજીભાઇ લવજીભાઇ રોજાસરા, ગીરીરાજસિંહ ભીખુભા વાળા, વિજય ઉર્ફે સંજય અમરશીભાઇ માલકીયા, ભગવાનજીભાઇ રવજીભાઇ માલકીયા, ભગીરથસિંહ નવલસિંહ ગોહિલ, શીવભદ્રસિંહ સાવજુભા વાળા ને રોકડ રકમ ૨૪૫૪૦, મો.સા. નંગ-૨ કિમત રૂ.૩૦૦૦૦ એમ કુલ મુદ્દામાલ મળી કીમત  રૂ. ૫૪૫૪૦ સાથે ઝડપી વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat