મોરબી-માળીયામાં દરોડા કરી એલસીબી ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

મોરબી પંથક અને જિલ્લામાં દેશી વિદેશી દારૂના ધૂમ વેચાણ વચ્ચે એલસીબી ટીમે દરોડા કર્યા હતા જેમાં રણછોડનગર વિસ્તારના રહેણાંક મકાન તેમજ માળીયા હાઇવે પરના ફાર્મ હાઉસમાંથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી લેવામાં આવ્યો છે

મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી. વ્યાસની ટિમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાનગી બાતમીને આધારે મોરબીના નવલખી રોડ પરના લાયન્સનગર વિસ્તારમાં આવેલ મેણંદભાઈ આલાભાઈ રાઠોડના રહેણાંક મકાનમાંથી આરોપી લાલજી ગગુભાઈ અવાડીયા રહે. મોરબી નવલખી રોડ અમૃતપાર્ક વાળાને ઝડપી લઈને 21 વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 9120 જપ્ત કરી

તેમજ પકડાયેલ આરોપીને આ ઇગ્લીંશદારૂ ક્યાંથી કોની પાસેથી લાવી કોના માટે વેચાણ કરતો હતો તે પૂછપરછમાં મોરબી તાલુકાના નાગડાવાસ ગામના મેણંદભાઇ આલાભાઇ રાઠોડનો હોય, તેમના ભવાની ફાર્મ હાઉસમાથી આપેલ હોય તેમના કહેવાથી વેચતો હોવાનું જણાવતા મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ વિદરકા ગામના પાટીયા સામે, ડીસન્ટ હોટલ પાસે નવદુગા હોટલ પાછળ આવેલ ભવાની ફાર્મ હાઉસમાં રેઇડ કરતા ઇગ્લીંશ દારૂની બોટલ નંગ-૧૦૮ કી.રૂ.૪૩,૨૦૦/-નો પ્રોહી. મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી ભવાની ફાર્મ હાઉસના માલીક મેણંદભાઇ આલાભાઇ રાઠોડ વિરૂધ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

આમ મોરબી એલ.સી.બી.એ કૂલ ઇગ્લીંશ દારૂની બોટલ નંગ- ૧૨૯ કી.રૂ.૫૨,૩૨૦/- ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો છે તો અન્ય આરોપીનું નામ ખુલવા પામ્યું છે

Comments
Loading...
WhatsApp chat