મોરબીમાં કિન્નરોની પજવણી અંગે ઋષભનગર સોસાયટી દ્વારા એસપીને રજૂઆત

 

મોરબી શહેરમાં કિન્નરો દ્વારા પજવણી અને મોટી રકમની માંગણી કરવામાં આવી રહી છે જેથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે સોસાયટીમાં આવીને નાગરિકો પાસેથી, મહિલાઓ ઘરે એકલા હોય ત્યારે અને લગ્નપ્રસંગો તેમજ વેપારીઓ પાસેથી રકમની માંગણીઓ કરવામાં આવી રહી છે જેથી જાહેરનામું બહાર પાડીને નાગરિકોને સુરક્ષા અને શાંતિનો અહેસાસ થાય તેવા પગલા ભરવા માંગ કરવામાં આવી છે

 

મોરબીની ઋષભનગર સોસાયટી ૧ ના પ્રમુખ કનકસિંહ જાડેજાએ જીલ્લા પોલીસવડાને રજૂઆત કરી જણાવ્યું છે કે કિન્નરો મોટી રકમની માંગણી કરી પજવણી કરી રહ્યા છે જેથી જાહેરનામું બહાર પાડવામાં આવે જેમાં જબરદસ્તી રકમ માંગણી પર પ્રતિબંધ મુકવામાં આવે. લગ્ન પ્રસંગે, બાળકના જન્મ પ્રસંગે અન્ય શુભ પ્રસંગોમાં સ્થળ પર જઈને ચોક્કસ મોટી રકમ આપવા દબાણ કરી શકાશે નહિ નાગરિકો પોતાની ખુશીથી જે રકમ આપે તે સ્વીકારવાની રહેશે.

 

તેમજ અશોભનીય વર્તન અને ધાક ધમકી આપવામાં આવે છે કિન્નરો દ્વારા અશ્લીલ ચેનચાળા, ગાળાગાળી કે કપડા ઉતારવા જેવી હરકતો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવે. નાગરિકોના ઘરમાં ઘૂસવું અથવા રસ્તો રોકીને ઉભા રહેવું ગુનો ગણાશે. આમ કિન્નરોની હેરાનગતિથી નાગરિકોને રક્ષણ આપવા માટે જાહેરનામું બહાર પાડવા માંગ કરવામાં આવી છે

 

Leave A Reply

Your email address will not be published.