ગાંધીનગર ખાતે લોકનૃત્ય કાર્યક્રમમાં “રંગીલું હળવદ” ટીમ ચમકી,હવે દિલ્હી જશે

 

ગાંધીનગર ખાતે અખિલ ભારતીય મુલ્કી સેવા અંતર્ગત લોકનૃત્ય નું આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજનમાં હળવદ તાલુકામાંમાંથી લોક નૃત્ય માટે ગયેલ ટીમ સિલેક્ટ થઇ જતા દિલ્હી પરફોર્મન્સ કરવા જશે

“રંગીલુ હળવદ” ટીમ ગાંધીનગર ખાતે તારીખ 11 મી માર્ચ 2026 ને બુધવારના રોજ અખિલ ભારતીય મુલ્કી સેવા અંતર્ગત લોકનૃત્ય રજૂ કરવા ગઈ હતી જેમાં હળવદ તાલુકાના અલગ અલગ પ્રાથમિક શાળાઓની 8 શિક્ષિકા બહેનોએ ભાગ લીધો હતો.શ્રી વેગડવાવ પે સેન્ટરના બહેન પટેલ મનીષાબેનના નેતૃત્વ નીચે આ ટીમ સિલેક્ટ થઈ ગઈ છે અનેહવે આ ટીમ ન્યુ દિલ્હી ખાતે હળવદ તાલુકાનું નામ રોશન કરવા જશે તો સમગ્ર ટીમને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.