રાજકોટ : ફાર્માસિસ્ટે હોસ્પિટલ સાથે ૩૭ લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ

 

રાજકોટ શહેરના વિદ્યાનગર રોડ પર આવેલ હોસ્પિટલ અને પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર ફાર્માસિસ્ટ તરીકે વર્ષ ૨૦૧૬ થી કામ કરતા કર્મચારીએ ૨૦૧૮ થી ૨૦૨૩ ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ૩૭ લાખની છેતરપીંડી આચરી હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

 

રાજકોટમાં રહેતા ડો. મિહિર પ્રફુલભાઈ તન્નાએ આરોપી યશેષ રાજેશભાઈ શેઠ રહે ૧૧ પાવન  પાર્ક સત્યસાંઈ માર્ગ કાલાવડ રોડ રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ડો. મિહિર તન્નાની માલિકીની ઓલમ્પ્સ હોસ્પિટલ તન્ના હેલ્થ કેર પ્રાઈવેટ લીમીટેડ વિદ્યાનગર મેઈન રોડ પર આવેલ છે જ્યાં આરોપી યશેષ શેઠ આસિસ્ટન્ટ મેનેજર ફાર્માસિસ્ટ તરીકે ૧૦-૧૧-૨૦૧૬ થી ફરજ બજાવતા હતા

 

જે આરોપીએ તા. ૦૧-૦૪-૧૮ થી તા. ૩૧-૧૦-૨૩ સુધીના સમયમાં હેલ્થકેર પ્રાઈવેટ લીમીટેડના કોમ્પુટરમાં રહેલ સોફ્ટવેરમાં પોતાના અને એડમીનના યુઝરનેમ અને આઈડીથી લોગીન કરી દવાના ખરીદ વેચાણમાં અને ડેડ સ્ટોક રજીસ્ટરમાં આશરે રૂ ૩૭ લાખની છેતરપીંડી કરી છે રાજકોટ એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૮ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે

 

 

Comments
Loading...
WhatsApp chat