મોરબીના ભક્તિનગર સર્કલ પાસે બની રહેલા ઓવરબ્રિજ મામલે પાલિકા પ્રમુખની રજૂઆત

પાલિકાના પ્રમુખે રાજ્યના માર્ગ મકાન મંત્રીને રજૂઆત કરી

મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં બની રહેલા ભક્તિનગર સર્કલ પાસેના ઓવરબ્રિજ મામલે પાલિકા પ્રમુખે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને રજૂઆત કરી છે

મોરબી નગરપાલિકા પ્રમુખ કે કે પરમારે રજૂઆતમાં જણાવ્યું છે કે ભક્તિનગર સર્કલ પાસે મોરબી-રાજકોટ બાયપાસને જોડતો ઓવરબ્રિજ બની રહ્યો છે જે બ્રીજ પર વરસાદી પાણીના નિકાલ માટેના પાણીના પાઈપ નાખવા અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને અગાઉ બે વખત વિનંતી કરતો પત્ર લખેલ પરંતુ મોરબી-રાજકોટ હાઈવે પર શનાળા ગામ સુધી કામ થયેલ છે પછીનું કામ બાકી રાખી દીધેલ છે જેથી પાણીના પાઈપ નાખવાથી રોડનું ધોવાણ થતું અટકશે અને બ્રિજનું આયુષ્ય વધશે જેથી યોગ્ય કરવા માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat