ટંકારામાં જીવના જોખમે બાળકોના જીવ બચાવનાર પોલીસ કર્મચારીનું એસપી દ્વારા સન્માન

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ગત શનિવાર અને રવિવારે ભારે વરસાદને પગલે મોરબી જીલ્લામાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને ટંકારા નજીક પાણીમાં ફસાયેલા બાળકોને ખભા પર ઉચકીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ જવાનનું એસપી અને ડીવાયએસપીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું

        ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા નામના પોલીસ કર્મચારીએ કલ્યાણપર નજીક ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા પહોંચ્યા હતા ત્યારે ઘસમસતા પાણીના પ્રવાહ વચ્ચે તેને બે બાળકોને ખભા પર ઉચકીને સલામત સ્થળે ખસેડ્યા હતા જે કામગીરી બાદ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ પોલીસ જવાનની પીઠ થાબડી ચૂકયા છે ત્યારે આ કામગીરી કરનાર પોલીસ જવાનનું આજે એસપી સહિતના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આજે એસપી કચેરી ખાતે જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા, ડીવાયએસપી ડી જી ચૌધરી, ડીવાયએસપી બન્નો જોષી તેમજ ટંકારા મહિલા પીએસઆઈ એલ બી બગડા દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજાને સન્માન પત્ર એનાયત કરીને તેની કામગીરીને બિરદાવવામાં આવી હતી  

Comments
Loading...
WhatsApp chat