Billboard ad 1150*250

વાંકાનેર પોલીસનો સપાટો, ત્રણ સ્થળે દરોડા કરી જુગારીઓને દબોચી લીધા

0 76
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેર પંથકમાં ઠેર ઠેર રમાતા જુગારને પગલે વાંકાનેર સીટી પોલીસે ત્રણ સ્થળે દરોડા કર્યા હતા અને ૧૫ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે

Post ad 2

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડ, પીએસઆઈ એ બી જાડેજા, અમૃતભાઈ પટેલ, અશ્વિનસિંહ રાણા, સંજયસિંહ જાડેજા, અરવિંદભાઈ ઓળકીયા, મહેન્દ્રભાઈ વડગામા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રણ સ્થળે દરોડા કરીને જુગારીઓને ઝડપી લેવાયા છે

        જેમાં આરોગ્યનગર,વિકાસ ઓઈલ મિલ પાછળ જાહેરમાં જુગાર રમતા હર્ષદ ઓધવજી સોલંકી, પ્રવીણ પ્રેમજી દેગામા, પીન્ટુ જગદીશ દેત્રોજા એમ ત્રણને ઝડપી લઈને ૨૦૫૦ ની રોકડ જપ્ત કરી છે જયારે બીજા દરોડામાં વાંકાનેરના પ્રતાપ રોડ પર જાહેરમાં જુગાર રમતા આશીફ ઇકબાલ માંકડિયા, હસન હનીફ કુરેશી, હસન ઈસ્માઈલ જિન્દાણી, ઇકબાલ અશરફ ચૌહાણ, એજાજ ગુલાબ ચૌહાણ એમ પાંચને ઝડપી રોકડ રકમ ૨૬૩૦ જપ્ત કરી છે

        જયારે ત્રીજા દરોડામાં મહાવીર સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા જીતેશ જીવા રાઠોડ, અશ્વિન કાનજી વિંજવાડિયા, નીલેશ કાનજી વિંજવાડિયા, વિનોદ નરશી દેગામાં, કેશુ લાલજી સોલંકી, શંકર કાનજી રાઠોડ અને અતુલ જીવા રાઠોડ એમ સાતને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૪૭૬૦ જપ્ત કરી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat