હળવદના નવી જોગડ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ શખ્શોને પોલીસે ઝડપ્યા

હળવદ પોલીસ નવી જોગડ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા આંઠ શખ્સોને રૂપીયા ૧૧૩૮૦ ના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડી.વાય.એસ.પી. આર.બી ભારાઇ માર્ગદર્શન હેઠળ જીલ્લામાં પ્રોહી જુગાર જેવી પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના કરવામાં આવેલ જેના અનુસધાને હળવદ પી.આઈ. પોલીસ મથકના સ્ટાફને સુચન કરેલ હોય જેથી હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં તે દરમિયાન જી પી ટાપરીયા ,મુમાભાઇ ગોવિંદભાઇ ,યોગેશદાન કીશોરદાન ગઢવી , જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને હરપાલસિંહ સજભાઇ રાઠોડ સહિતના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે હળવદ નવી જોગડ ગામે અક્ષયભાઇ ભરતભાઇ મજેઠીયા રહે.નવી હેગડ તા.હળવદ વાળાના રહેણાંક મકાનમાં જુગાર રમાડી રહ્યો છે જેથી પોલીસે ત્યાં રેડ કરતા જુગાર રમતા અક્ષયભાઇ ભરતભાઇ મજેઠીયા, પરબતભાઇ નાનજીભાઇ ઢવાણીયા, પ્રહલાદભાઇ માવજીભાઇ સુરેલા, બાબુભાઇ ચતુરભાઇ ઉર્ફે ચંદુભાઇ લોદરીયા, પ્રહલાદભાઇ નાનજીભાઇ ઢવાણીયા, મુકેશભાઇ જાદવજીભાઇ ઉર્ફે જાદુભાઇ ફુલતરીય, દીનેશભાઇ માવજીભાઇ સુરેલા અને સંદીપભાઇ રામજીભાઇ સીણોજીયા સહિતના આઠ શખ્સોને પોલીસે પતા રમતા રંગ હાથ ઝડપી લીધા હતા તેની પાસેથી પોલીસે રૂપિયા ૧૧૩૮૦ રોકડ પણ કબજે કરી હતી

Comments
Loading...
WhatsApp chat