વાંકાનેરમાંથી અપહરણ કરાયેલી બે સગીરાને પોલીસે શોધી કાઢી, આરોપી સામે પોસ્કો મુજબ કાર્યવાહી

સગીરા અપહરણ કરનાર આરોપી સામે પોસ્કો મુજબ કાર્યવાહી

વાંકાનેર પંથકની એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય જે સગીરાને વાંકાનેર સીટી પોલીસે શોધી કાઢીને આરોપી સામે પોસ્કો એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ બી.ટી. વાઢીયાની ટીમ અપહરણના કેસ માટે કાર્યરત હોય દરમિયાન વાંકાનેર સીટીમાંથી આરોપી સાગર પ્રેમજી કોળી રહે. ગારીયા તા. વાંકાનેર વાળાએ સગીરાનું અપહરણ કર્યું હોય જે મામલે નોંધાયેલી ફરિયાદને પગલે પોલીસે સગીરાને વાંકાનેર રેલ્વે સ્ટેશનથી શોધી કાઢી હતી અને આરોપી વિરુદ્ધ પોસ્કો એક્ટની કલમ ૩ (૪) ૨ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

તે ઉપરાંત વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ ગત તા. ૧૦ ના રોજ થયું હોય જે આરોપીના મોબાઈલ નંબર ટેકનોલોજીના માધ્યમથી તપાસ કરતા આરોપી અશ્વિન ચંદુભાઈ મકવાણા (ઉ.વ.૨૦) રહે. દાહોદ વાળો હોવાનું ખુલતા વાંકાનેર પોલીસે આરોપીના વતનમાં પહોંચીને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat