


મોરબી રાજકોટ હાઈવે પર અનેક અકસ્માતો સર્જાતા હોય છે જેમાં આજે હાઈવે પર રાહદારી યુવાનને કારના ચાલકે ઠોકર મારતા યુવાનને ઈજા પહોંચી છે તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે
મોરબી નજીક આવેલી અજંતા ફેક્ટરી નજીક એક યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હોય ત્યારે પુરપાટ વેગે આવતી કારે રાહદારી યુવાનને ઠોકર મારી હતી જે અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચી હતી તો અકસ્માત બાદ કાર ચાલક કાર લઈને નાસી ગયો હતો જે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે અને પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ ચલાવી છે તો અવારનવાર સર્જાતા અકસ્માતમાં અનેક નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે તો આ વિસ્તારમાં આવેલી વિવિધ ફેકટરીના શ્રમિકો દુર્ઘટનાનો ભોગ બનતા હોય છે
જુઓ અકસ્માતના સીસીટીવી ફૂટેજ…..