મોરબીના ભડીયાદ ગામે પર્યાવરણ દિવસ નિમિતે ૨૦૦ વૃક્ષોનું રોપાણ

5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. એક લક્ષ્ય નક્કી કરીને યુવા ટીમએ  હાથે ખાડા કરીને વૃક્ષો વાવ્યા છે. આ યુવાનોએ તાત્કાલિક ધોરણે કામ ઉપાડી પાણી પહોંચાડી કાયમી વૃક્ષોની માવજત સેવા કરીને સંકલ્પ કરનાર મિત્રોને પર્યાવરણ દિવસની મંગલ શુભકામના.

ભડીયાદ ગામમાં છેલ્લા બે વર્ષથી સતત મહેનત કરીને બાવળિયા કાઢવાનું કામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે.  આ કાર્ય ઉમિયા નગર વિસ્તાર, માળીયા વનાળીયા વિસ્તાર, સુભાષનગર, જવાહર સોસાયટી જંગલેશ્વર વિસ્તાર, હરિ ઓમ, જીવરાજપાર્ક, બૌદ્ધ નગરી, ગાંધી સોસાયટી તેમજ આસપાસમાં આવેલા વિસ્તારના લોકોએ સામૂહિક કામગીરી કરી હતી . જે જોય ને  જવાહર સોસાયટીના મિત્રોના સહયોગીથી  આજુબાજુના વિસ્તારમાં અનુ. જાતિ યુવા ટીમ દ્વારા વૃક્ષો વાવીને ઉછેરવાનો સંકલ્પ સાથે ૨૦૦ જેટલા વૃક્ષો વાવવા આવ્યા છે. જે માટે ટીમ સતત કાર્યશીલ બનીને સતત કામ કરી રહી છે. પર્યાવરણ દિવસે આ શુભ સંકલ્પ કરનાર યુવાનોને શુભેચ્છા.

Comments
Loading...
WhatsApp chat