સજ્જનપર (ઘુ.) પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થી દીઠ એક વૃક્ષનું વાવેતર

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લામાં વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ પ્રવૃતિઓ ધમધમી રહી છે જેમાં વિવિધ શાળામાં બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે ત્યારે સજ્જનપર ગામની શાળામાં એક વિદ્યાર્થી દીઠ એક વૃક્ષનું વાવેતર કરીને પર્યાવરણનું જતન કરવાનું અભિયાન ચાલી રહ્યું છે

        સજ્જનપર (ઘુ.) પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાના માર્ગદર્શન હેઠળ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા તેમજ શાળાની આસપાસના વાતાવરણને સ્વચ્છ બનાવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના એક વિદ્યાર્થી દીઠ એક વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું શાળામાં અભ્યાસ કરતા ૩૦૦ થી વધુ બાળકોએ એક એક વૃક્ષનું વાવેતર કરીને ૩૦૦ થી વધુ વૃક્ષો વાવ્યા છે 

Comments
Loading...
WhatsApp chat