એસટી બસના ચાલકે બાઈકને હડફેટે લેતા એકનું મોત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

માળિયા તાલુકાના દેવગઢ-જાજાસર ગામ નજીકથી પોતાનું મોટર સાઈકલ લઈને જતા સામેથી આવતા એસટી બસના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા એકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ માળિયા તાલુકાના દેવગઢ-જાજાસર ગામ નજીકથી પેથાભાઈ ગાંડુંભાઈ સાલાણી પોતાનું મોટર સાઈકલ  જીજે ૦૩ જીકે ૬૦૮૩ લઈને જતા હતા દરમિયાન સામેથી આવતી એસટી બસ જીજે ૧૮ ઝેડ ૧૦૯ના ચાલકે સામેથી ઠોકર મારતા પેથાભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી અને પેથાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે કાળુભાઈ પેથાભાઈ સાલાણીએ માળિયા તાલુકા પોલીસ મથક ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat