

ઉંચી માંડલ ગામ નજીક બાઈકમાં ૯૬ લીટર દેશી દારૂનો જથ્થો લઇ જતા એક ઈસમને ઝડપી લઈને પોલીસે ૧.૧૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે એક આરોપી નાસી ગયો હતો અન્ય બે આરોપીઓના નામ ખુલ્યા છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઉંચી માંડલ ગામની સીમમાંથી બે બાઈકમાં દેશી દારૂ ૯૬ લીટર કીમત રૂ ૧૯,૨૦૦ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દેશી દારૂ અને બે બાઈક તેમજ મોબાઈલ સહીત કુલ રૂ ૧,૧૪,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી સતીષ બાબુભાઈ વેસરાને ઝડપી લીધો છે આરોપી ગૌતમ ઉર્ફે ગટો કાટોડીયા નાસી ગયો હતો તમેજ અન્ય આરોપી અજય ઉર્ફે બુદો શામજીભાઈ ઝંઝવાડિયા અને વાલજી ઉર્ફે વાલો શામજી ઝંઝવાડિયાના નામો ખુલતા પોલીસે તપાસ ચલાવી છે

