અધિકારીઓએ સંકલનના પ્રશ્નોના જવાબો સમયમર્યાદામાં મોકલી આપવા : કલેકટર

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ

 

         મોરબી જિલ્લાના સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક આજે જિલ્લા કલેકટર  આર.જે.માકડીયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડમાં યોજાઈ હતી.

બેઠકમાં ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, લલીતભાઇ કગથરા, પરસોતમભાઇ સાબરીયા, મહમદ હુશેન પીરજાદા દ્વારા રોડ રસ્તાના, ભુર્ગભગટરના, સીંચાઈ હસ્તકના તળાવો રીપેર કરાવવા, બી.પી.એલ. લાભાર્થીઓને યોજનાકીય લાભો મળવા અંગે, શહેરમાંથી કચરાનો નીકાલ જેવા પ્રશ્નો રજુ થયા હતા

તે ઉપરાંત શહેરની સ્ટ્રીટ લાઇટ રીપેર કરવા , ઉંચી માંડલ ગામે વિધાર્થીઓ રોડની સામે ની સ્કૂલમાં ભણવા જતા હોઇ બાળકોના અકસ્માત ન બને  તે માટે વ્યવસ્થા કરવા, મેડીકલ બાયો વેસ્ટ જાહેર નીકાલ ન થાય તેની કાળજી લેવા, નવલખી રોડ પર ઓવરલોડેડ વાહનોનું નિયંત્રણ કરવા, મોરબીમાં બગીચા બનાવવા સહિતના પ્રશ્નોની બેઠકમાં રજુઆતો કરવામાં આવી હતી.

બેઠકમાં કલેકટર માકડીયાએ ઉપસ્થિત અધિકારીઓને પદાધિકારીઓ દ્વારા બેઠકમાં રજુ થતા પ્રશ્નો તાત્કાલીક હલ કરવા સુચના આપી હતી. તેમજ અધિકારીઓને સંકલનના પ્રશ્નોના જવાબો તાત્કાલીક સમય મર્યાદામાં મોકલી આપવા ઉપસ્થિત અધિકારીઓને સુચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, અધિક નિવાસી કલેકટર કેતન પી. જોષી, તેમજ પ્રાંત અધિકારીઓ, જિલ્લાના, તાલુકાના અધિકારીઓ તથા નગરપાલીકાના ચીફ ઓફીસરો ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat