

આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ટંકારાની આર્ય વિધાલયમ ટંકારા ખાતે આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મદિવસ નિમિતે મારૂ જ્ઞાન મારૂ વિજ્ઞાન વિષયમાં ચાર્ટ પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
જે સ્પર્ધામાં ધોરણ ૬ થી ૧૧ ના કુલ ૨૧૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તેમજ વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા સ્પર્ધાનું આયોજન દીપેનભાઈ ભટ્ટ અને એલ એમ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું





