મોરબીના યુવા કોરીયોગ્રાફર નેશનલ ડાંસ કોમ્પીટીશનમાં કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

નેશનલ ડાંસ સ્પર્ધામાં મોરબીના એકમાત્ર ડાન્સર સિલેક્ટ થયા

        મોરબીના યુવા કોરિયોગ્રાફર અને ડાન્સર ડાન્સ ક્ષેત્રમાં મોરબીને ગૌરવ અપાવી રહ્યા છે અને હવે નેશનલ લેવલની ડાંસ સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે વળી મહત્વપૂર્ણ વાત એ છે કે મોરબીમાંથી માત્ર એક જ યુવા ડાન્સરની પસંદગી સ્પર્ધા માટે થઇ છે

        મોરબીમાં ડાન્સ કલાસીસના સંચાલક એવા યુવા કોરિયોગ્રાફર દર્શન પંડ્યા ફરી એકવાર નેશનલ લેવલની ડાન્સ ચેમ્પિયનશીપમાં સિલેક્ટ થયા છે અગાઉ પણ અનેક નેશનલ લેવલની ડાન્સ કોમ્પીટીશનમાં તેઓ ભાગ લઈને મોરબીનું ગૌરવ વધાર્યું છે

અને ફરી એક વખત નેશનલ ચેમ્પિયનશીપમાં તેઓ ભાગ લઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે આગામી દિવસોમાં ઉત્તરાખંડના દહેરાદુનમાં સ્ટેટ્સ ઓફ ડાંસ સ્પર્ધાનું આયોજન થવાનું છે જેમાં મોરબીના એકમાત્ર દર્શન પંડ્યા સિલેક્ટ થયા છે જે નેશનલ સ્પર્ધામાં મોરબી અને ગુજરાતને રીપ્રેઝન્ટ કરશે 

યુવા ડાન્સર દર્શન પંડ્યા અગાઉ લફ્ઝો કા ટશન.સહિતની સ્પર્ધાઓ અને રીયાલીટી શોમાં પણ ભાગ લઇ ચુક્યા છે અને હવે દહેરાદુનમાં તા. ૨૨ ડિસેમ્બરે નેશનલ સ્પર્ધામાં ફાઈનલ યોજાશે 

Comments
Loading...
WhatsApp chat