મોરબીની તપોવન વિધાલયમાં બે દિવસીય બિઝનેશ ટાયકૂન એવોર્ડ ૨૦૨૧ નું આયોજન

 

મોરબીના જેતપર ગામ નજીક આવેલ તપોવન વિધાલય ખાતે તા. ૨૫ અને ૨૬ ના રોજ સવારે ૯ થી રાત્રીના ૯ કલાક સુધી બે દિવસીય બિઝનેશ ટાયકૂન એવોર્ડ ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું છે

સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે વ્યવસાયિક જ્ઞાન મળી રહે તેવા હેતુથી જેતપરમાં સર્વપ્રથમ વખત બિઝનેશ ટાયકૂન એવોર્ડ ૨૦૨૧ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે બિઝનેશનું પ્રેક્ટીકલ નોલેજ આપવું, વિદ્યાર્થીઓ દ્વારા ઘર વપરાશ, જીવન જરૂરી ચીજવસ્તુઓ, ખાણીપીણી, રમતગમત, ગીફ્ટ આર્ટીકલ, પુસ્તકોના નવીનતમ સ્ટોલ ઉભા કારમાં આવશે

જે સ્ટોલમાં ચીજવસ્તુઓના વેચાણ દ્વારા વિદ્યાર્થીઓને જે નફો મળશે તેમાં અમુક ભાગ આર્મી ફંડ, અનાથ આશ્રમ અને ગૌશાળામાં દાન સ્વરૂપ આપવામાં આવશે જે કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને બિઝનેશ ટાયકૂન એવોર્ડ, ઇકો-ફ્રેન્ડલી એવોર્ડ અને બેસ્ટ માર્કેટિંગ એવોર્ડ એનાયત કરવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat