

મોરબીમાં વિકાસ પામેલા સિરામિક ઉદ્યોગને ઉંચાઈ પર લઇ જવા માટે તેમજ ઉદ્યોગપતિઓને નવી ટેકનોલોજી અને જ્ઞાન મળતું રહે તેવા ઉદેશ્ય સાથે મોરબીના સિરામિક એશો. દ્વારા તાજેતરમાં બિઝનેશ મોટીવેશનલ સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં પ્રખ્યાત મોટીવેશનલ ગુરુ સંતોષ નાયરે ઉદ્યોગપતિઓને પ્રેરણા પૂરી પાડી હતી.
મોરબી સિરામિક એશો. દ્વારા સ્કાય મોલ ખાતે યોજાયેલા મોટીવેશનલ સેમીનારમાં મોટીવેશન ગુરુ સંતોષ નાયરે માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબીના ઉધ્યોગકારે શૂન્યમાંથી સર્જન કરી બતાવ્યું છે ત્યારે સફળ બિઝનેશમેન બનવા માટે સ્માર્ટ વર્કની જરૂર છે. પોતાના ઉદ્યોગને ઉંચાઈ પર લઇ જવા માટે જરૂરી ટેકનોલોજી અને મેનપાવર વિકસાવવાની જરૂરિયાત પર ભાર મુકીને ઉધ્યોગ્કારે ધંધા વ્યવસાયમાં મહેનતુ અને પરિશ્રમ કરનારા કર્મચારીઓને સ્થાન આપવા આગ્રહ કર્યો હતો. તે ઉપરાંત બિઝનેશમાં નીતિમત્તા પર જોર આપતા જણાવ્યું હતું કે ઉધ્યોગપતિઓએ કરચોરીનો રસ્તો વિચારવાને બદલે પોતાના વ્યવસાયની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કરચોરીના શોર્ટકટ ઉદ્યોગને ઉંચાઈ પર લઇ જઈ સકતા નથી. તે ઉપરાંત મોટીવેશન ગુરુ સંતોષ નાયરે મોરબીનાં ઉદ્યોગપતિઓને વિવિધ વિષય અને પ્રશ્નોને અનુરૂપ પોતાનું જ્ઞાન પીરસ્યું હતું. મોટીવેશનલ ગુરુ સંતોષ નાયરે વેપાર-ધંધાને વિકસાવવા વિષયક માર્ગદર્શન અને સફળ બીઝનેસમેન બનવાની ટીપ્સ આપી હતી આ સેમિનારમાં સિરામિક એસો. પ્રમુખ કે,જી. કુંડારિયા, નિલેશભાઈ જેતપરિયા અને પ્રફુલભાઈ દેત્રોજા તેમજ સીમ્પોલો સિરામિક ગ્રુપના જીતુભાઈ પટેલ, કલોક એસો. પ્રમુખ શશાંકભાઈ દંગી અને વરમોરા ગ્રુપનાં પ્રકાશભાઈ વરમોરા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
મોરબીમાં સિરામિક એશો. દ્વારા આયોજિત મોટીવેશનલ સેમીનાર અંગે એશો. પ્રમુખ કે.જી.કુંડારિયાએ જણાવ્યું હતું કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને આજનો યુગ માહિતીનો યુગ છે જેથી યુવાન ઉદ્યોગપતિઓને નવી માહિતીથી અવગત કરાવવા, બિઝનેશ માટે જરૂરી ટ્રેનીંગ આપવા અને લર્નિંગ એટીટયુડ લઇ આવવા સેમીનાર યોજવામાં આવ્યો હતો. યુવાન ઉદ્યોગપતિઓ હમેશા નવું શીખતા રહે, જાણતા રહે તેના માટે સેમિનારોની હારમાળા સર્જવામાં આવશે તેમ પણ અંતમાં જણાવ્યું હતું.