પીપળીયા ચાર રસ્તા નજીક ટ્રકની ઠોકરે યુવાનનું મોત




માળિયાના પીપળીયા ચાર રસ્તા પાસેથી ગત રાત્રીના પોતાના મોટરસાયકલ નં જીજે ૦૩ સીડી ૧૪૬૮ લઈને સંદીપ મહાજન (ઉ.વ.૪૦) નામનો યુવાન પોતાના ઘરે પરત ફરતો હતો ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે તેને ઠોકર કરી હતી જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નીપજ્યું હતું. જયારે અકસ્માત બાદ ટ્રક લઈને ટ્રક ચાલક નાસી ગયો હતો. બનાવ અંગે મૃતકની પત્ની લત્તાબેન મહાજને માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અકસ્માતની વધુ તપાસ માળિયા પોલીસના ફિરોજભાઈ સુમરા અને રમેશભાઈ મૈયડ ચલાવી રહ્યા છે. મૃતક યુવાનને સંતાનમાં બે પુત્રો હોવાની માહિતી મળી છે અને બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. માળિયા પોલીસે અજાણ્યા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

