


મોરબી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાન મુજબની કામગીરી તાકીદે હાથ ધરવા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કલેકટર અને નગરપાલિકાના ચીફ ઓફિસરને વિગતે રજૂઆત કરી આગોતરી કામગીરી તાકીદે આરંભીને ચોમાસું આવે તે પહેલા પૂર્ણ કરવાની માંગ કરી છે.
દર વર્ષે મોરબી શહેરમાં ચોમાસાનો પ્રથમ વરસાદ થાય એટલે નગરમાં ગંદકી, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા અને નાલા ઉભરાઈ જવા જેવી હાડમારીઓ ઉદભવતી હોય છે જેથી પ્રજાને પરેશાની ભોગવવી પડે છે. જેથી નગરપાલિકાએ આગોતરૂ આયોજન કરીને શહેરના નાલાઓની સાફસુફી કરી લેવા જે રસ્તાઓ પર સમારકામ માંગે તેવા ખાડાઓ પૂરી દેવા, વીજળીના થાંભલા, સ્ટ્રીટ લઈ ચકાસી લેવા અને પાણીની પાઈપલાઈન લીકેજ હોય જેમાં મરામત કરી લેવા અત્યારથી જ કામગીરી હાથ ધરવાની માંગ કરી છે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રી મોન્સૂન કામગીરી ગંભીરતાપૂર્વક ચોમાસા પહેલા પૂર્ણ થાય તેવી માંગ કરી છે

