ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા આવતીકાલે પંચવિધ કાર્યક્રમની ઉજવણી

ઇન્ડિયન લાયન્સ / લાયોનેસ ક્લબ મોરબી દ્વારા તા. ૦૩ ને રવિવારના રોજ સાંજે ૫ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મોરબી ખાતે પંચવિધ કાર્યક્રમો ઉજવાશે

ઇન્ડિયન લાયન્સ / લાયોનેસ ક્લબ મોરબી દ્વારા આયોજિત પંચવિધ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના વડીલો અને અનાથાશ્રમની બાળો સાથે સમૂહ ભોજન અને ભક્તિ સંગીતની સાથે લોકશાહીની ચોથી જાગીર સમાં જાગૃત પત્રકારોનું સન્માન અને કાળઝાળ ગરમીમાં અબોલ જીવોને રાહત મળે તે માટે પીવાના પાણીના કુંડીઓનું વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.

સમારોહના ઉદ્ઘાટક તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને અધ્યક્ષસ્થાને ધારાસભ્ય બ્રિજેશ મેરજા ઉપરાંત માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, પાલિકા પ્રમુખ ગીતાબેન કણઝારીયા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, અને ઓમ શાંતિ ગ્રુપના ટી.ડી. પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે સમારોહને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ હર્ષદભાઈ ગામી, સેક્રેટરી ભાવેશ દોશી તેમજ લાયોનેસ ક્લબના પ્રમુખ શોભનાબા ઝાલા સહિતના જહેમત ઉઠાવીર રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat