મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં ખેડૂતોના પાક્વીમાં, સહાયના પ્રશ્નો ગુંજ્યા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પાક્વીમાં અરજી માટેની મુદતમાં વધારાની માંગ

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુલામભાઈ પલાસરા અને ડીડીઓ એસ એમ ખટાણાના અધ્યક્ષસ્થાને આજે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં રજુ કરેલ એજન્ડાઓ પૈકી એક એજન્ડા વિચારણા હેઠળ રાખવા ઉપરાંત અન્ય એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે ખેડૂતોના પ્રશ્નો અને મુદા જ કેન્દ્રસ્થાને રહ્યા હતા

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજુ થયેલ એજન્દાઓમાં તા. ૧૫-૦૬-૨૦૧૯ ની સામાન્ય સભાની કર્ય્વાની નોંધને બહાલી આપવા તેમજ ઠરાવોની અમલવારીને બહાલી આપવા તેમજ કાર્યવાહી નોંધને બહાલી આપવાના એજન્ડાઓ મંજુર કરાયા છે તે ઉપરાંત જીલ્લા પંચાયતના વર્ષ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ ના વાર્ષિક હિસાબો મંજુર કરવા અને જીલ્લા સામાજિક ન્યાય સમિતિમાં કો-ઓપ્ટ સભ્યોની નિમણુકમાં રાજુ ચૌહાણની નિમણુક કરવામાં આવી હતી અને એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી તો એજન્ડા નંબર ૭ મોરબી જીલ્લામાં સિંચાઈ માટેના ઓરિયા-ધોરીયા તથા પાઈપલાઈન નાખવાના અધિકાર તાલુકા પંચાયતને સોપવાની બાબત વિચારણા હેઠળ રાખવામાં આવી હતી. તો મોરબી જીલ્લાની રચના સમયે રાજકોટ જીલ્લામાંથી શિક્ષકોની ટ્રાન્સફર હજુ સુધી થઇ ના હોય તે મુદો પણ ચર્ચાયો હતો

ખેડૂતોના પ્રશ્નો સામાન્ય સભામાં મુખ્ય મુદો બની રહ્યા

        આજે જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રશ્નોતરી દરમિયાન ખેડૂતોના પ્રશ્નો મુખ્ય રહ્યા હતા અને ખેડૂતોને પાક્વીમાં અરજી માટેની સમય મર્યાદામાં વધારો કરવા અને ખેડૂતોને તાકીદે સહાય આપવાના મુદા મુખ્ય રહ્યા હતા

પ્રમુખ સ્થાનેથી આરોગ્ય કેન્દ્રના પ્રશ્નો રજુ થયા

સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી રજુ થયેલ મુદાઓ પર નજર કરીએ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લેબોરેટરીમાં સ્ટાફની ઘટ તેમજ જરૂરી સાધનો પુરા પાડવા તેમજ ફોગીંગ મશીન સહિતના મુદાઓ રજુ થયા હતા તેમજ વાંકાનેરમાં આંગણવાડી કામ કેટલે પહોંચ્યું તેનો રીપોર્ટ મેળવવા પ્રમુખે પૂછપરછ કરી હતી 

Comments
Loading...
WhatsApp chat