


મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોક્સોનાં આરોપીઓને મોરબી સ્પેશીયલ પોક્સો કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સલીમ તાજુદ્દીન બ્લોચ તથા મિલન દિનેશભાઈ રાઠોડ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા સેસન્સ કોર્ટ દ્વારા આરોપીઓ સલીમ અને મિલનને નિર્દોષ છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો હતો. આરોપી પક્ષે રોકાયેલ વકીલ એચ. આર. નાયક અને આર. ડી. ચાવડા દ્વારા કોર્ટમાં ધારદાર દલીલ કરવામાં આવી હતી. તેમની દલીલ માન્ય રાખીને કોર્ટે આરોપીઓનો નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.

