ગ્રીનચોક વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર એલ.સી.બી.નો દરોડો

સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપયા

મોરબીના ગ્રીનચોક નજીક આવેલ મેમણ શેરીમાં ઘોડી પાસનો જુગાર રમતા અર્ધો ડઝન શખ્સ ને એલ.સી.બી. રૂપિયા ૧.૭૬ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપયા અન્ય એક આરોપીનું નામ ખુલતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરવમાં આવી પણ સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપયા

બનાવની મળતી વિગત મુજબ મોરબી જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ રાઠોર ની સૂચના મુજબ એલ.સી.બી ના ઇન્ચાજ પી.આઈ આર.ટી વ્યાસ જરૂરી માર્ગદર્શન હેઠળ જુગાર ની બદી નાબૂદ કરવાની સૂચના મળતા એલ.સી.બી. ના સંજય આહીર અને જયવતસિંહ ગોહિલ ને મળેલી બાતમીના આધારે કે ગ્રીનચોક વિસ્તારમાં આવેલ મેમણ શેરીમાં જુગાર રમાતો હોવાની આધારે દરોડા પાડતા આરીફ યાકુબભાઈ મેમણ રહે કુબેરનાથ રોડ , મેમણ શેરી વાળના મકાનમાં દરોડો પાડતા આરીફ તેમજ ઓસમાણ અલ્લારખા મેમણ, આમદ સતારભાઈ કાસમાંણી, યાસીન રજકભાઈ મેમણ, અનવર મુશાભાઈ મતવા, હુસેન ઉર્ફે જોની જુમભાઈ મનસુરી સહિત અર્ધો ડઝન શખ્સ ને રૂપિયા ૧.૬૦ લાખ રોકડા , ૧૬ હજાર ૪ મોબાઈલ સહિત રૃપિતા ૧.૭૬.૫૦૦ ની રોકડ સાથે ઘોડી પાસનો જુગાર રમતા ઝડપી લીધા હતા અન્ય એક આરોપી ઇમરાન સલીમભાઈ મેમણ નું નામ ખુલતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરવમાં આવી છે

આ અંગે એલ.સી.બી. એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે પણ સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપી એલ.સી.બી ઘોડી પાસનો જુગરધામ ઝડપી લેતા સ્થાનિક પોલોસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે તો કેટલા સમયથી આ જુગાર રમાતો અને બીજું કોણ કોણ અહીં રમવા આવતું તેની વધુ તપાસ પોલીસ કરી રહી છે

Comments
Loading...
WhatsApp chat