


વાંકાનેર તાલુકાના તિથવા ગામની મહિલાઓએ ગામને પાણી નહીં મળતા તીથવા ગ્રામ પંચાયતની કચેરી સામે માટલાઓ અને બેડા ફેંકી સરપંચ અને સરકારની હાય બોલાવતા સુત્રો પોકારવાની સાથે છાજીયા લીધા હતા. મહિલાઓ પાણીની વેદના રજૂ કરતાં કરતાં રડી પડી હતી. પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ કહે છે. તીથવાને પાણી પુરૂ પાડવામાં આવે છે. નર્મદા યોજના અને વાસ્મો યોજના અંતર્ગત એમ બે-બે પાણીના વિકલ્પો છે.
તિથવાની મહિલાઓ નર્મદાનું ટીપુ પણ પાણી મળતું નથી તેમ જણાવે છે. બોરનુ ક્ષાર વાળુ જે પીવા લાયક નથી તેવું પાણી પણ કેટલાક વિસ્તારોમાં આઠ થી પંદર દિવસે એક વખત આપવામાં આવે છે. તીથવા ગામમાં આવેલા પાંચ-પાંચ આવાડાઓ કોરા ધાકડ પડ્યાં છે.મહિલાઓએ આજે એટલો બધો રોષ ઠાલવ્યો હતો કે માટલા તો ઠીક બેડાઓને પણ પછાડી પછાડી છૂંદી નાખ્યા હતા. નર્મદાનું પાણી નહિ મળતું હોવાના કારણે બોરનું ક્ષાર વાળુ પાણી પીવા લોકો મજબૂર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે બોરનું પાણી વૃદ્ધો પચાવી પણ શકતા નથી. પેટમાં દર્દ ની ફરીયાદ કરે છે. આવું પાણી પીવાથી લોકોને પેટમાં દર્દ ની નહાવાના ઉપયોગમાં લેવાથી માથાના વાળ ખરવાની રોગોની ફરિયાદ ઉઠી છે.તેમ છતાં તંત્ર સબ સલામતના નારા પોકારી રહ્યું છે.
જુઓ વિડીયો ……

