ટંકારામાં કોલસા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ બે વર્ષે ઝડપાયો

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપીને માળિયા ભીમસર ચોકડીથી ઝડપ્યો

ટંકારા પંથકમાં કોલસા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીને મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે માળિયા ભીમસર ચોકડી પાસેથી દબોચી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા જીલ્લા એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા પોલીસ મથકમાં કોલસા ચોરીના ગુન્હામાં આરોપી મોહનભાઈ ઉર્ફે મનારામ ચેનારામ જાટ (ઉ.વ.૨૭) રહે બાડમેર રાજસ્થાન વાળાને બાતમીને આધારે માળિયા ભીમસર ચોકડી પાસેથી ઝડપી લીધો છે અને આરોપી ટંકારા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે કોલસા ચોરીના ગુન્હામાં આરોપી બે વર્ષથી ફરાર હોય જેને ઝડપી લેવામાં સફળતા મળી છે

જે કામગીરીમાં મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, સંજયભાઈ મૈયડ, પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, ભગીરથસિંહ ઝાલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat