Billboard ad 1150*250 Billboard ad 1150*250

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે આયોજિત પોલીસની બાઈક રેલીનું ટંકારામાં ભવ્ય સ્વાગત કરાયું

 

પોલીસ સંભારણા દિવસે લખપતથી કેવાડિયા સુધીની બાઈક સવાર સાથે નિકળેલ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તની બાઈક રેલીનું ટંકારામા પોલીસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

 

આ તકે અધ્યક્ષ સ્થાને જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના આચાર્ય રામદેવ શાસ્ત્રી, ડિવાયએસપી ઉપાધ્યાય, ટંકારા પીએસઆઈ બી ડી પરમાર, પીએસઆઈ ગોડલિયા, મામલતદાર એન પી શુક્લ, ટિડીઓ હર્ષવર્ધન જાડેજા, માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા, સરપંચ, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યઓ, ભાજપ અગ્રણીઓ કિરીટભાઈ, દિનેશભાઈ અને રૂપસિંહ સહિતના અગ્રણીઓ જોડાયા હતા

 

કાર્યક્રમનુ સંચાલન સાહિત્યકાર ભરતભાઇ વડધાસિયાએ કર્યુ હતું કાર્યક્રમને સંબોધતાં પ્રમુખ ચંદુભાઈએ સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન બનેલી ધટનાને વાગોળી દેશમાટે એકતા અખંડિતતા માટે યાદ કર્યા હતા

 

Comments
Loading...
WhatsApp chat