વાંકાનેરમાં વિધર્મીએ હિંદુ હોવાની ઓળખ આપી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું, ફોટો-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી

વાંકાનેરમાં ઇકો ચલાવતા ઇકો કારનો ચાલક વિધર્મી હોવા છતાં તેને પરિણીતાને હિંદુ હોવાની ઓળખ આપી ઠંડાપીણામાં નશીલો પદાર્થ ભેળવી અવાવરૂ જગ્યાએ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું તેમજ મહિલાના બીભત્સ ફોટો વિડીયો વાયરલ કરવાની તેમજ પરિણીતા અને તેના બાળકોને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

ગુજરાત સહીત દેશભરમાં લવ જેહાદના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે જેમાં વધુ એક કિસ્સો વાંકાનેર પંથકમાં પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક પરિણીતાને વિધર્મી યુવકે હિન્દુની ઓળખ આપી નશીલા દ્રવ્ય ભેળવેલ ઠંડુ પીવડાવી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં ભોગ બનનાર પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી રફીક ઈબ્રાહીમ શેખ રહે આરોગ્યનગર વાંકાનેર વાળો ઇકો કાર ચલાવે છે અને પરિણીતા ઈમિટેશનનું કામ કરતી હોય જેથી વાંકાનેરથી અવારનવાર રાજકોટ જવાનું થતું હતું જેથી આરોપી રફીક શેખની ઇકોમાં તેઓ રાજકોટ જતા હોય અને તા. ૦૧-૦૬-૨૦૨૩ થી ૨૫-૦૮-૨૦૨૩ દરમીયાન અનેક વખત આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું જેમાં વિધર્મી ઇકો કાર ચાલકે પોતે રવિ ગઢવી હોવાની ઓળખ આપી અને વાતચીત કરી ૩ માસ પૂર્વે ઠંડુ પીવડાવ્યું હતું નશીલા દ્રવ્ય ભેળવેલ ઠંડુ પીવડાવી પરિણીતાને અવાવરૂ જગ્યાએ લઇ લઈને દુષ્કર્મ આચર્યું હતું

તેમજ બાદમાં અનેક વખત પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું વિધર્મી યુવકે પરિણીતા બેભાન થઇ હોય ત્યારે બીભત્સ ફોટો વિડીયો ઉતારી લીધા હોય જે વાયરલ કરવાની ધમકી આપતો હતો અને પરિણીતાનું શોષણ કરતો હતો તેમજ પરિણીતાને અને તેના સંતાનોને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે પોલીસે વિધર્મી યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat