મોરબી સિંચાઈ કૌભાંડમાં ધારાસભ્ય જેલહવાલે, ત્રણ રાત જેલમાં વિતાવવી પડશે

જામીન અરજીની સુનાવણી તા. 02 ના રોજ યોજાશે,

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ કૌભાંડમાં હળવદના ધારાસભ્ય અને મળતિયા વકીલના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યા છે તો ધારાસભ્યએ કરેલી જામીન અરજીની સુનાવણી શુક્રવારે હાથ ધરાશે તો કોર્ટમાં રજૂ કરતા પૂર્વે ધારાસભ્યની તબિયત ખરાબ હોવાથી રાત્રીના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

હળવદના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાની 35 લાખના લાંચ કેસમાં પોલીસે અટકાયત કર્યા બાદ કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે દરમિયાન સોમવારે રાત્રીના હૃદયના ધબકારા વધી જવા અને બીપીને પગલે ધારાસભ્યને સીવીલ હોસ્પિટલમાં ખસેડી સારવાર કરાવી હતી અને મંગળવારે રિમાન્ડ પૂર્ણ થતા ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા અને વકીલ ભરત ગણેશીયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યા છે

ધારાસભ્યને ત્રણ રાત્રી જેલમાં વિતાવવી પડશે

ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાએ એડવોકેટ દિલીપ અગેચણીયા મારફત જામીન અરજી કરી હતી જોકે તા. 02 ના રોજ જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે જેથી ધારાસભ્યને વધુ ત્રણ રાત્રી જેલમાં જ વિતાવવી પડશે અને તા. 02 ના રોજ જામીન મળે છે કે પછી જેલમાં જ રહેવું પડે છે તે જોવું રહ્યું

ભાજપના મહામંત્રીની શંકાસ્પદ ભૂમિકા

સિંચાઈ કૌભાંડ દરેક સ્થળે ચર્ચાઈ રહ્યું છે ત્યારે ભાજપના મહામંત્રીનો પત્ર વાયરલ થયો છે જેમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે હળવદ તાલુકાના કામોમાં ગેરરીતિ અને ભ્રસ્ટાચાર મામલે જે કામો અધૂરા રહયા હતા તેની અરજી કરી હતી પરંતુ પછીના 10 દિવસ બાદ કામો બધા જ પૂર્ણ થઇ ગયા છે જે તેની જાત તપાસમાં ધ્યાને આવેલ છે અને કામો સારી રીતે થયાનું પત્રમાં જણાવ્યું છે

આરોપી વકીલની જામીન અરજીની તા. 01 ના રોજ સુનાવણી

ધારાસભ્ય સાબરીયા સાથે વકીલ ભરત ગણેશીયા પણ ઝડપાઇ ગયા બાદ તેના રિમાન્ડ પૂર્ણ થતા આજે જેલ હવાલે કરવામાં આવ્યો છે અને આરોપી વકીલ ભરત ગણેશીયાએ જામીન માટે અરજી કરી છે જેની સુનાવણી તા. 01 ના રોજ કરવામાં આવશે તો આરોપી વકીલને તા. 01 ના રોજ નોટરીની પરીક્ષા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે જે પરીક્ષા માટે જામીન મળે તેવી દલીલ પણ બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવી શકે છે તેમ સૂત્રો જણાવી રહ્યાં છે

Comments
Loading...
WhatsApp chat