પીપળી રોડ પરની ફેક્ટરીમાં યુવાન છાપરા પરથી નીચે પટકાયો

ઓદ્યોગિક નગરી મોરબીની વિવિધ ફેકટરીમાં કામ કરતી વેળાએ સર્જાતા અકસ્માતોના બનાવ વધી રહ્યા છે જેમાં કામ કરતી વેળાએ ઉંચાઈથી પટકાતા યુવાનનું મોત થયું છે.

મોરબીના પીપળી રોડ પર આવેલી પરમ મિનરલ નામની ફેકટરીમાં કામ કરતા રમેશભાઈ ભીમજીભાઈ કલોલા (ઊવ ૩૮) પરમ મિનરલના છાપરા પરથી પડી જતા તેણે ગંભીર ઈજાઓ પહોંચી હાતી અને હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેનું મોત થયું છે. પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat