


મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે બઘડાટી બોલી હતી જેમાં એક વૃદ્ધાને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
મોરબીના ઇન્દીરાનગરના રહેવાસી ઉજીબેન પરમાર નામની મહિલા વિરુધ્ધમાં આરોપી જબુબહેનએ મામલતદાર કચેરીમાં પ્લોટ તથા મકાન ગેરકાયદેસર પેશ કદમી કરેલી હોય જે બાબતે ઉજીબહેને કેહતા આરોપીઓએ ખાર રાખી આરોપી ભોપાભાઈએ ઉજીબહેનને લોખંડનો પાઈપ મારી આરોપી દેવજી ડુંગરભાઇ પરમારે લાકડાના ધોકા વડે ઉજીબહેનના ડાબા હાથમાં મારી તથા આરોપી જબુબહેન દેવજીભાઈ પરમાર,ભોપાભાઈની પત્ની અને દેવજીભાઈની બે દીકરીઓએ છુટા ઈંટના ઘા મારી ઉજીબહેનને ગંભીર ઈજા પહોચાતા સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.આ મામલે ઉજીબહેને મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયદ નોંધાવી છે.

