મોરબીમાં પત્નીને માથામાં દસ્તો ઝીકી હત્યા કરનાર હત્યારો પતિ ઝડપાયો

પત્ની કામધંધો કરવાનું કહેતી હોવાથી પતિએ હત્યા કર્યાનું ખુલ્યું 

 

મોરબીના સામાકાંઠે વિદ્યુતનગરમાં પતિ દ્વારા પત્નીની નિર્મમ હત્યા કરી આરોપી પતિ ફરાર થયો હતો જે બનાવ મામલે મૃતકની દીકરીની ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી હતી અને હત્યારા પતિને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના હરિપાર્કમાં રહેતા ઉર્વીસાબેન મેહુલભાઈ રામાનંદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તા. ૧૦ ના રોજ મમ્મીના ઘરે જમવાનું હોય જેથી જમીને પતિ જતા રહ્યા હતા અને બાદમાં મમ્મીએ દીકરીને વાત કરી હતી કે તું કાઈ કર તારા પપ્પા કાઈ કામ ધંધો કરતા નથી અને દારૂ પીવાના રવાડે ચડી ગયા છે ઘરમાં ખુબ ત્રાસ આપે છે અને ઘર બહાર કોઈ ચીજવસ્તુ લેવા કે ઘરની બહાર ઓટા પર બેસું તો તમામ પુરુષ પર મારી પર ખોટી શંકા કરી મને મારી નાખવાની ધમકી આપે છે અને ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરતા ભાવનાબેન શેટી નીચે જમીન પર પડેલ હતા અને લોહીલુહાણ જોવા મળ્યા હતા બાજુમાં લોખંડનો દસ્તો પડ્યો હતો જેથી પપ્પા પ્રવીણભાઈ મંછારામ કુબાવતે મારઝૂડ કરી ફરિયાદીના માતા ભાવનાબેનને માથામાં લોખંડ દસ્તા વડે માર મારી મોતને ઘાટ ઉતારી ઘરને તાળું મારી નાસી ગયાની ફરિયાદ નોંધાવી હતી

જે બનાવ મામલે પોલીસે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં હત્યારા પતિ પ્રવીણભાઈ મંછારામભાઈ કુબાવતને પોલીસે ઝડપી લીધા છે હત્યા કરનાર પતિને પત્ની અવારનવાર કામધંધો કરવાનું કહેતી હોય જેથી હત્યા કર્યાનું ખુલ્યું છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.