ટંકારાથી ખોળ ભરી રાજસ્થાન પહોચાડવાનો હતો પણ ડ્રાઈવરે ચાઉં કરી ગયો

ટંકારામાં છેતરપિંડીની ઘટના સામે આવી છે જ્યાં ઓઇલ મિલમાથી રૂ.૧૦ લાખથી વધુનો કપાસિયા ખોળને રાજસ્થાન ખાતે પહોચડવાને સ્થાને ટ્રક ડ્રાઈવર ખોળ લઈને ફરાર થઈ ગયો હતો.સમગ્ર મામલે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

મોરબીના રવાપર રોડ પર રહેતા અતુલભાઇ બાબુભાઇ કોટડીયાએ ટ્રક ડ્રાઈવર દિનેશ ગણેશારામ બાંગરા વિરુદ્ધ ટંકારા પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે તેઓ રાજસ્થાનની ભગવતી ટ્રેડર્સ ભાદરા પેઢી સાથે વ્યાપારીક સબંધો ધરાવે છે. જેથી તેમણે ખોળકપાસીયાનો ઓર્ડર મોકલવાનો હતો. જેને પગલે તેમણે ગત તારીખ ૧૨ ના રોજ તેમના કારખાના માંથી ભારતી ટ્રાન્સપોર્ટ કંપની મોરબીના ટ્રેલર RJ-14-GG-9090માં ડ્રાઈવર દિનેશ ગણેશારામ બાંગરા મારફત ભગવતી ટ્રેડર્સના નામે બીલ બનાવી તેમા રૂપિયા ૧૦,૫૨,૫૬૭ કિમતનો કપસીયા ખોળ બોરી નંગ ૭૩૦ જેનો કુલ વજન ૩૫૦૪૦ કિલો ગ્રામનો માલ ટ્રકમા લોડ કરાવ્યો હતો અને ડ્રાઈવર દિનેશને સમયસર માલ પહોચાડવાનું જણાવ્યુ હતું.
સમય રીતે ચાર દિવસમાં ટ્રક નિયત સ્થળે પહોચી જાય પરંતુ તારીખ ૧૫ ના રોજ ભગવતી ટ્રેડર્સના દલાલનો ફોન આવેલ અને તેણે જણાવેલ કે માલ હજુ સુધી મળેલ નથી. તેથી અતુલભાઇએ ટ્રક ડ્રાઈવર દિનેશનો સંપર્ક કરતાં તેણે માલ બાબતે ઉડાઉ જવાબ આપી કોઈ માહિતી આપી ન હતી અને પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો અને માલ પહોંચાડવાને બદલે ફરાર થયો હતો.જે મામલે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

Comments
Loading...
WhatsApp chat