

મોરબી અને ટંકારા તાલુકામાં વસતા ઝાલા રાજપૂત સમાજ તરફથી શકત શનાળા મુકામે દર વર્ષની જેમ શરદપુનમના દિવસે તા. ૦૫ ને ગુરુવારે હવન-યજ્ઞાદીનું આયોજન કરેલ છે જેમાં યજમાનપદ પર રંગપરના દિગ્વિજયસિંહ ઝાલા, લજાઈના મયુરધ્વજસિંહ ઝાલા અને નાના રામપરના અરવિંદસિંહ મહેન્દ્રસિંહ ઝાલા બિરાજશે. યજ્ઞ-હવન કાર્યક્રમ રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. શનાળા શક્તિ માતાજીના મંદિરે યોજાનાર હવનનો અલ રાજપૂત સમાજે લાભ લેવા આદ્યશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલા અને મંત્રી ક્રિપાલસિંહ ઝાલાની યાદીમાં જણાવ્યું છે.