

પારિતોષિક-સ્નેહમિલન સમારોહ
શ્રીમાળી બ્રાહ્મણ સર્વોદય મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા દર વર્ષે પારિતોષિક શૈક્ષણિક પુરસ્કાર તથા જ્ઞાતિજનોનું સ્નેહમિલન યોજાય છે જેમાં મોરબી શહેરમાં રહેતા જ્ઞાતિજનોના બાળકોએ ૨૦૧૭ ની કેજી થી પીજી સુધી અભ્યાસ કરતા બાળકોએ પોતાના માર્કશીટની ઝેરોક્ષ શ્રેયસ્કર સેવાલય, લખધીરવાસ ખાતે અથવા ટ્રસ્ટીઓને ૧૦ દિવસમાં પહોંચાડવા માટે જણાવ્યું છે. અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના બાળકોને પ્રથમ, દ્વિતીય નંબરને પારિતોષિક અને શિલ્ડ એનાયત કરવામાં આવશે.